Khergam: પાટી દાદરી ફળિયા પ્રાથમિક શાળા અને વડપાડા પ્રા.શાળાનો સયુંકત કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.
જેમાં પાટી દાદરી ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં બાળકો, વડપાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાનાં પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાટી ગામના સરપંચશ્રી મહેન્દ્રભાઈ નાયક, વડપાડા ગામના સરપંચશ્રી પંકજભાઈ નાયક, લાયઝન અઘિકારી જીગરભાઈ પટેલ(ARSVE, khergam), રીટાબેન પટેલ ( સ્પેશિયલ એજ્યુકેટર, વિકલાંગ ખેરગામ), દાદરી ફળિયાનાં આચાર્યશ્રી ભારતીબેન પટેલ, વડપાડા પ્રા.શાળાનાં આચાર્યશ્રી વિજયભાઈ પટેલ, પાટીનાં નિવૃત્ત શિક્ષક હરીશભાઈ નાયક,એસ.એમ.સી. અધ્યક્ષ તથા સભ્યો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments