વડપાડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

 

Khergam: વડપાડા પ્રાથમિક શાળા  શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

તારીખ : ૧૧-૦૨-૨૦૨૪નાં દિને વડપાડા પ્રાથમિક શાળા શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં કુલ ૩૦ બાળકો અને શિક્ષકો જોડાયા હતા. શાળાનાં તમામ બાળકો ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી તેઓ લાંબા અંતરનો પ્રવાસ કરી શકવાને અસમર્થ હોય શાળા પરિવારનો આર્થિક સહયોગ અને બાળકો પાસેથી નજીવી ફી ઉઘરાવી નજીકના સ્થળોનો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં વૈષ્ણોદેવી મંદિર ધમડાચી, જલારામ મંદિર ગણેશ મંદિર સાઈ મંદિર ફલધરા, વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર સ્થળોનો સમાવેશ થાય છે. શાળા પરિવાર તરફથી બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી વિજયભાઈ પટેલનો ગરીબ બાળકોનાં શિક્ષણ પાછળ તન મન ધનથી હંમેશાં યોગદાન આપવાનો પ્રયાસ રહ્યો છે. જે  સ્થાનિક આગેવાનો અને વાલીઓના સંપર્કથી માહિતી સાંપડી હતી.




















Post a Comment

0 Comments