ખેરગામ તાલુકાની વડપાડા પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઇ.
તારીખ :૧૩-૦૧-૨ ૦૨૪નાં દિને વડપાડા પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ ઉજવાયો હતો. જેમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
જરૂરિયાત મંદ બાળકોને શિક્ષકો દ્વારા પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સંમેલન દરમ્યાન મકરસંક્રાતિ વિશે બાળકો દ્વારા નિબંધ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકોએ તેમની કક્ષા અનુસાર કાલીઘેલી ભાષામાં વ્યક્તવ્ય રજૂ કર્યું હતું.તમામ બાળકોને તલનાં લાડુ દ્વારા મોં મીઠુ કરવામાં આવ્યું હતું. બાળકો સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લે અને બાળકોમાં સંઘ ભાવના ગુણ વિકસિત થાય એ ઉદ્દેશ્ય સહ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી હતી.
0 Comments