Khergam (vadpada school): વડપાડા પ્રાથમિક શાળા ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગારંગ કાર્યક્રમ સાથે કરવામાં આવી.

  

Khergam (vadpada school): વડપાડા પ્રાથમિક શાળા ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગારંગ  કાર્યક્રમ સાથે  કરવામાં આવી.

તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને વડપાડા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો.

જેમાં સૌ પ્રથમ ધ્વજવંદન શાળા  ભણેલી દિકરી પ્રિયંકાકુમારી પંકજભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમણે Bsc Microbiologyનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રાર્થના- ઇતની શક્તિ હમે દેના, સ્વાગત ગીત-સાસો કી સરગમ ગાયન, ગીત- મમ્મી તારો હીરો, વાર્તા-કામગરી મરઘી, ગીત-પઢોગે લીખોંગે, ગીત -દિલ હૈ હિન્દુસ્તાની, ગીત -પાપા મેરે પાપા,ગીત-વો ક્રિષ્ના હૈ, ગીત - સંદેશે આતે હૈ, ગીત -સ્કૂલ ચલે હમ,ગીત-આદિવાસી,ગીત- ઓ દેશ મેરે,ગીત- મેં નિકલા ગડ્ડી લેકે જેવા ૧૧ જેટલી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જદીજુદી કૃતિઓ માટે વાલીઓ તરફથી દાન આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ દેખાવ કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નાની વર્ગ શાળાઓ પણ સુંદર કાર્યક્રમો રજૂ કરી શકે તેનું આ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

ગામના સરપંચશ્રી પંકજભાઈ ગમનભાઈ નાયક પંચાયતના સભ્યો એસએમસીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર સૌ વાલીઓ અને ગ્રામજનોનો  શાળાનાં આચાર્ય શ્રી વિજયભાઈ પટેલે અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






















Post a Comment

0 Comments